Health Guide

ડાયાબિટીસ અને કિડની

21683475_Tiny doctors examining kidneys of donor before surgery at clinic

ડાયાબિટીસને કારણે થતા કિડની ફેલ્યર વિશે શા માટે દરેક દર્દીએ જાણવું જોઈએ?

કિડની બગડવાના જુદા જુદા કારણોમાં સૌથી વધુ જોવા મળતું અને મહત્ત્વનું કારણ ડાયાબિટીસ છે.

ડાયાબિટીસના દર્દીઓમાં કિડની પર થતી અસરનું વહેલું નિદાન, આ ભયંકર રોગ થતો અટકાવી શકે છે.

ડાયાબિટીસને કારણે કિડની બગડવાની શરૂઆત થઈ ગયા બાદ આ રોગ મટી શકતો નથી, પરંતુ યોગ્ય સારવાર અને પરેજી દ્વારા ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન જેવી ખર્ચાળ અને મુશ્કેલ એવી સારવારની જરૂર પડે તે તબક્કાને નોંધપાત્ર સમય માટે (વર્ષો સુધી) પાછો ઠેલી શકાય છે.

કિડની પર ડાયાબિટીસની અસરનું વહેલું નિદાન કઈ રીતે થઈ શકે ?

ડાયાબિટીક કિડની ડિસીઝના નિદાન માટે બે ખૂબ જ અગત્યની તપાસ 1) પેશાબમાં પ્રોટીન (સ્પોટ યુરિન ટેસ્ટ, આલ્બ્યુમીન ક્રીએટીનીન રેશિયો) અને 2) લોહીમાં ક્રીએટીનીન (eGFR) છે.

આ બિનખર્ચાળ, સરળ, બધે ઉપલબ્ધ એવી પદ્ધતિથી કોઈ પણ ચિહ્નો ન હોય તે તબક્કે કિડની પર ડાયાબિટીસની અસરનું નિદાન થઈ શકે છે.

વધુ સારી રીતે ડાયાબિટીસ નિયંત્રણ માટે મહત્વપૂર્ણ પગલાં

અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર/બે વાર ઘરે સુગરનું નિયમિતપણે નિરીક્ષણ કરો અને તેની નોંધ લો (ચાર્ટ બનાવો)

સમયસર અને નિયમિત માત્રામાં ખાઓ. દરરોજ ભોજનનો સમય અને માત્રા, શક્ય તેટલી સમાન હોવી જોઈએ

તમારી દવાઓ નિયમિતપણે લો

ઓછામાં ઓછા 30 મિનિટ માટે દરરોજ કસરત કરો.

તંદુરસ્ત વજન જાળવી રાખો અને સ્થૂળતા ટાળો.

ડાયાબિટીસની કિડની પરથી અસર કઈ રીતે અટકાવી શકાય?

  1. ડૉક્ટર પાસે નિયમિત ચેકઅપ.
  2. ડાયાબિટીસ તથા લોહીના દબાણનો યોગ્ય કાબૂ. નિયમિત કસરત કરવી. 
  3. વર્ષમાં ઓછામાં ઓછી એક વખત કિડનીની તપાસ કરાવવી (પેશાબમાં આલ્બ્યુમીન તથા લોહીમાં ક્રીએટીનીન/eGFR).
  4. તમાકુ ગુટકા, પાન-બીડી, સિગારેટ તથા આલ્કોહોલ (દારૂ) ન લેવા.

Learn More from Trusted Sources

Recent Post

Explore recent articles designed to guide you toward better health.